VIDEO: ક્રિકેટર અક્ષર પટેલે પરિવાર સાથે અંબાજી મંદિરે માતાજીના દર્શન કર્યા
સોર્સ : gstv
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ પરિવાર સાથે અંબાજી મંદિર પહોંચ્યા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માતા-પિતા, પત્ની અને પુત્ર સાથે અક્ષર પટેલે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના મહારાજે તેમને ચુંદડી અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા, ત્યારબાદ તેમણે સિદ્ધિવિનાયક મંદિર, ભૈરવજી મંદિર અને વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના પણ દર્શન કર્યા હતા. અક્ષર પટેલે માતાજીની ગાદી પર જઈ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા, તેઓ અગાઉ પણ ઘણી વખત અંબાજી મંદિરે માતાજીના દર્શન કરવા આવી ચૂક્યા છે. દરમિયાન અક્ષર પટેલને જોતા પ્રશંસકોએ તેમની સાથે ફોટા પડાવી ખુશી વ્યક્ત કરી હતી.

