VIDEO: બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન: દારૂના વેપલા અને ભ્રષ્ટાચાર સામે ઉગ્ર વિરોધ કરશે
સોર્સ : gstv
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા બનાસકાંઠાના દાંતા ખાતે નવનિયુક્ત પદાધિકારીઓનો શપથવિધિ અને સન્માન સમારોહ યોજાયો હતો. રતનપુરમાં યોજાયેલી ભવ્ય રેલી બાદ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાજ્યમાં દારૂના વેપલા અને ભ્રષ્ટાચાર સામે ઉગ્ર વિરોધ નોંધાવતા કોંગ્રેસ નેતાઓએ આગામી સમયમાં જન આંદોલન છેડવાની અને જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી... આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

