VIDEO: બનાસકાંઠાના પાલનપુરમાં કાટમાળમાંથી મળ્યા સિક્કા
સોર્સ : gstv
બનાસકાંઠાના પાલનપુરમાં માનસરોવર નજીક કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવવાની ઘટનાને બે દિવસ વીતી ગયા છે, પરંતુ આ સિક્કા આખરે આવ્યા ક્યાંથી તે રહસ્ય હજુ અકબંધ છે. મહાજન હોસ્પિટલ પાસે તોડવામાં આવેલી દુકાનોનો કાટમાળ ખુલ્લી જગ્યામાં ઠાલવાયા બાદ તેમાંથી સિક્કા મળ્યાની વાત વાયુવેગે ફેલાતાં મોટી સંખ્યામાં લોકો અહીં સિક્કા શોધવા પહોંચી ગયા હતા. લોકોએ કાટમાળમાં ખોદકામ કરીને સિક્કા શોધવાનું શરૂ કર્યું હતું. હવે સમગ્ર મામલે પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સિક્કાની બનાવટ અને તેના પરના નિશાનના આધારે તે કેટલા જૂના છે અને તેની વાસ્તવિક કિંમત કેટલી છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

