VIDEO: બનાસકાંઠા: વડગામ અને દાંતામાં ગેરકાયદે ફ્યુઅલ વેચાણ સામે તંત્રની લાલ આંખ, અનેક પોઇન્ટ સીલ
સોર્સ : gstv
બનાસકાંઠા જિલ્લામાં અનધિકૃત રીતે ફ્યુઅલ અને શંકાસ્પદ પ્રવાહી પદાર્થનું વેચાણ કરતા કેન્દ્રો સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનની રજૂઆત બાદ વડગામ અને દાંતા તાલુકાના વિવિધ ગામોમાં સંયુક્ત ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જરૂરી પરવાનગી કે દસ્તાવેજો ન મળતા તંત્રએ અનેક વેચાણ પોઇન્ટને સીલ કરી દીધા છે. પુરવઠા વિભાગ દ્વારા જપ્ત કરાયેલા શંકાસ્પદ પ્રવાહીના નમૂના ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે, જેના કારણે ગેરકાયદે વેચાણકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

