VIDEO: બનાસકાંઠા: દાંતાની માળ પ્રાથમિક શાળાના બાળકોને અપાતું દૂધ જંગલમાં ફેંકાયેલી અવસ્થામાં મળી આવતા રોષ
સોર્સ : gstv
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ માળ ગામની પ્રાથમિક શાળામાં બાળકો માટે અપાતું દૂધ રસ્તામાં અને જંગલ વિસ્તારમાં ફેંકાયેલું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે…. સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોને પૌષ્ટિક દૂધ પૂરું પાડવામાં આવે છે, પરંતુ તાજું દૂધ બાળકોના પેટમાં જવાના બદલે આમ વેડફાતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. માળ પ્રાથમિક શાળામાં ૨૦૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના આચાર્યના જણાવ્યા મુજબ અઠવાડિયામાં એક દિવસ દૂધ શાળામાં આવતું નથી. સ્થાનિક ગામલોકોનો ગંભીર આરોપ છે કે અગાઉ પણ આ પ્રકારે દૂધ રસ્તા પર ફેંકી દેવામાં આવ્યું હતું. દૂધ મૂકવા આવતી ગાડી અને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શિક્ષણ વિભાગ સમક્ષ માંગ ઉઠી છે.

