Banaskantha News: અધૂરા કામે લોકાર્પણની તૈયારી, પાલનપુર માનસરોવર પ્રોજેક્ટ પર ઉઠ્યો વિવાદ

પાલનપુરના ઐતિહાસિક માનસરોવર સરોવરનું બ્યુટીફિકેશન પ્રોજેક્ટ હવે વિવાદમાં આવ્યું છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કામ અધૂરું હોવાના આક્ષેપો વચ્ચે લોકાર્પણની તૈયારી થતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠાના પાલનપુરની ઓળખ ગણાતું ઐતિહાસિક માનસરોવર, જે ક્યારેક નવાબ સાહેબે માનબાઈની યાદમાં બનાવ્યું હતું. તે હવે બ્યુટીફિકેશનના કામને લઈને ચર્ચામાં છે. સરકાર તરફથી કરોડોની ગ્રાન્ટ મળ્યા બાદ નગરપાલિકાએ વિકાસના દાવા કર્યા હતા, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે કામ હજુ અધૂરું છે.
નગરપાલિકાની ટર્મ પૂર્ણ થવાની નજીક હોવાથી ઉતાવળમાં લોકાર્પણ કરવામાં આવી રહ્યું હોવાના આરોપો પણ સામે આવ્યા છે. આ મામલે જાગૃત નાગરિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કામની ગુણવત્તા અને પારદર્શિતાને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.
હવે જોવાનું રહેશે કે, પાલનપુર માનસરોવર પ્રોજેક્ટને લઈને ઉભા થયેલા આ વિવાદ વચ્ચે તંત્ર તરફથી શું સ્પષ્ટતા આવે છે અને અધૂરા કામ અંગે શું પગલાં લેવાશે.

