Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Banas Bio-CNG Plant Launched in Dhanera's Vinchewadi

VIDEO: ધાનેરાના વિંછીવાડીમાં બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠામાં છાણ હવે કમાણીનો સ્ત્રોત બની ગયું છે. ધાનેરાના વિંછીવાડીમાં બનાસ બાયો-CNG પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્લાન્ટમાં દરરોજ 100 મેટ્રિક ટન છાણ પ્રોસેસ કરવાની ક્ષમતા છે. ગાય-ભેંસના છાણમાંથી બાયો-CNG અને કાર્બનિક ખાતરનું ઉત્પાદનથી સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે. બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને NDDBના સંયુક્ત ઉપક્રમે બનાસ બાયો-CNG મોડેલ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ દેશમાં સહકારી મોડલ આધારિત ગ્રામીણ ભારત ટેક્સીની શરૂઆત પણ કરવામાં આવી..બનાસકાંઠામાં આશરે 30 લાખ પશુધન હોવાથી ભવિષ્યમાં ગાય-ભેંસના છાણ આધારિત આવા 100 જેટલા પ્લાન્ટ સ્થાપવાની ક્ષમતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આથી પશુપાલકોને દૂધ ઉપરાંત ગોબરમાંથી પણ આર્થિક લાભ મળે તેવી શક્યતા છે.

App Store