Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Assembly Speaker Shankar Chaudhary visited Amba in Ambaji

VIDEO: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અંબાજીમાં માં અંબાના દર્શન કર્યા

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચ્યા હતા. અંબાજી મંદિર ખાતે તેમણે શ્રદ્ધાપૂર્વક માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકર ચૌધરીએ સૌપ્રથમ ગણપતિજીના દર્શન કર્યા બાદ માં અંબાના દર્શન કર્યા હતા. આ દરમિયાન મંદિરના પૂજારીએ માતાજીની ચુંદડી અર્પણ કરી તેમને આશીર્વાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંબાજીમાં અમદાવાદ જિલ્લાના ભાજપનો અભ્યાસ વર્ગ ચાલી રહ્યો છે. આ અભ્યાસ વર્ગમાં હાજરી આપવા માટે શંકરભાઈ ચૌધરી અંબાજી પહોંચ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપતા પહેલાં તેમણે માં અંબાના દર્શનનો પણ લ્હાવો લીધો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News