VIDEO: અંબાજીના સોની પરિવાર દ્વારા શ્રાવણ મહિના નિમિત્તે બે શિવ મંદિરોમાં 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો
સોર્સ : gstv
અંબાજીના શ્રદ્ધાળુ સોની પરિવાર દ્વારા સતત આઠમા વર્ષે શ્રાવણ મહિનાના પાવન અવસર પર અંબિકેશ્વર મહાદેવ અને કોટેશ્વર મહાદેવ મંદિરમાં 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો છે. આ પરિવાર દ્વારા દોઢ મહિના સુધી શિવ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. મહાદેવના આ મંદિરોમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફ્રૂટ અને ફરસાણના થાળ ધરવામાં આવ્યા હતા, જેની આરતી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. રાજસ્થાની શ્રાવણની શરૂઆતથી લઈને ગુજરાતી શ્રાવણ પૂર્ણ થાય ત્યાં સુધી આ પરિવાર દ્વારા કોટેશ્વર ખાતે દરરોજ બપોરે મહાદેવને થાળ ધરાવવામાં આવે છે. નીરૂબેન સોની અને સીમાબેન સોનીની આગેવાનીમાં આ અનોખી શિવ ભક્તિ કરવામાં આવી રહી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાયો છે.

