Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Smugglers flee with silver plate from Koteshwar Shiva temple in Ambaji,

AMBAJI: શ્રાવણ મહિનામાં જ અંબાજીના શિવ મંદિરમાંથી 21,00,000નો ચાંદીનો થાળું ચોર ઉપાડી ગયો!

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતના અંબાજીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના અંબાજીમાં આવેલા પ્રખ્યાત કોટેશ્વર શિવ મંદિરમાંથી 21 લાખની કિંમતનું ચાંદીનું થાળું ચોરાયાની ઘટના સામે આવી હતી. આ થાળું 4 ઓગસ્ટે જોધપુરના શ્રદ્ધાળુ દિનેશભાઈ ગોસ્વામીએ દાનમાં આપ્યું હતું.

App Store

આ ચોરીની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ચાંદીનો થાળ આશરે 15 દિવસ પહેલાં જ રાજસ્થાનના જોધપુરના એક ભક્તે શિવલિંગ પર અર્પણ કર્યો હતો. ચોરી થયા બાદ તાત્કાલિક મંદિરના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ

ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં સરસ્વતી નદીના કિનારે આવેલા આ મંદિરના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે અને પરિસરને સીલ કરાયું છે. પોલીસ અને સુરક્ષા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યારે ડોગ સ્ક્વોડ પણ ટૂંક સમયમાં તપાસ માટે આવશે. ત્યારે બીજી તરફ  અંબાજી પંથકમાં ચોરી અને અસામાજિક તત્ત્વોની ઘટનાઓમાં વધારો થતાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.