Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Angry villagers gather on Ambaji's public road over cow service, find out the reason

VIDEO: અંબાજીનાં જાહેર રસ્તા પર ગૌ સેવા મામલે રોષે ભરાયેલા ગ્રામજનો થયા એકત્રિત, જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત રાજ્યના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ ખાતે ગૌ સેવાના મુદ્દે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પંચાયતના નિર્ણય સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો. અંબાજી સરપંચ અને કેટલાક સભ્યોએ બંસી ગૌ સેવા ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લીધી અને જગ્યા ખાલી કરવાનું કહેતો  વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો, જેનાથી લોકોમાં રોષ ફેલાયો હતો.

App Store

બંસી ગૌ સેવા ટ્રસ્ટ વર્ષોથી બીમાર અને રખડતી ગાયોની સેવા કરે છે

બંસી ગૌ સેવા ટ્રસ્ટ વર્ષોથી બીમાર અને રખડતી ગાયોની સેવા કરે છે. સરપંચના આ નિર્ણય સામે અંબાજીના મોટાભાગના લોકો ટ્રસ્ટના સમર્થનમાં સર્કલ ખાતે એકઠા થયા. ગ્રામજનોએ ચેતવણી આપી કે જો આ મુદ્દે નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને અંબાજી બંધની ચીમકી આપી હતી.

ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પંચાયત દ્વારા ગૌશાળા સામે એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેનો સખત વિરોધ થઈ રહ્યો છે.