Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Alleged scam in the name of freeing land in Banaskantha

VIDEO: બનાસકાંઠામાં જમીનને બોજામુક્ત કરવાના નામે કથિત કૌભાંડ

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક એટલે કે બનાસ બેંકના લોનધારકોની જમીનને બોજામુક્ત કરવાના નામે કથિત ગેરરીતિ આચરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, 14 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2026 દરમિયાન બેંકના અધિકારીઓના નકલી સિક્કા અને બનાવટી સહીઓનો ઉપયોગ કરીને જમીનના 7/12 ઉતારામાંથી બોજાની એન્ટ્રીઓ દૂર કરવામાં આવી હતી. આ મામલે બનાસ બેંકના અધિકારી જયંતીભાઈ ભગવાનભાઈ પટેલે થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઓગડ તાલુકાની ધી કુડવા સેવા સહકારી મંડળીના કાર્યકારી મંત્રી સવાભાઈ રાણાભાઈ દેસાઈ અને રૂવેલ સેવા સહકારી મંડળીના ચેરમેન ભારમલભાઈ પરાગભાઈ પટેલનાં નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યાં છે. ફરિયાદ અનુસાર, આરોપીઓએ ખાતેદારો વતી બોજામુક્તિની અરજીઓ તૈયાર કરી અને નકલી સિક્કા તથા ખોટી સહીઓના આધારે જમીનના રેકોર્ડમાંથી બોજાની એન્ટ્રીઓ દૂર કરાવ્યાનો આક્ષેપ છે. આ તમામ આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે ત્યારે આવનાર સમયમાં પોલીસ તપાસમાં સમગ્ર કથિત કૌભાંડની વધુ વિગતો સામે આવશે..

App Store