Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Ajay Mata's Patotsav Celebrations in Ambaji

VIDEO: અંબાજીમાં અજય માતાના પાટોત્સવની ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંબાજીમાં માં અંબાના મોટા બહેન અજય માતાના પ્રાચીન મંદિર ખાતે પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ, આનંદ ગરબા અને અન્નકૂટ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. રાત્રે 1008 કમળ પૂજન સાથે અપરાજિતા માતાની વિશેષ પૂજા કરવામાં આવી અને મંદિરને રંગબેરંગી ફૂલો તથા લાઈટોથી શણગારવામાં આવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિત વિવિધ યજમાનો નવચંડી યજ્ઞમાં જોડાયા હતા. માન્યતા મુજબ ભગવાન રામે રાવણ વિજય માટે અજય માતાની નવ દિવસ પૂજા કરી હતી અને આજે પણ ભાદરવી મહાકુંભના સંઘો અંબાજી પહોંચતા પહેલા અજય માતાના મંદિરે ધજા ચઢાવે છે.

App Store