VIDEO: ડીસામાં 434 કિલો શંકાસ્પદ લુઝ ઘી સીઝ: ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ
સોર્સ : gstv
બનાસકાંઠાના ડીસા સ્થિત દેવીપૂજક વાસ વિસ્તારમાં આવેલી મેસર્સ માવજત ફૂડ પ્રોડક્ટ્સ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે દરોડો પાડ્યો છે. તપાસ દરમિયાન પેઢીના માલિક પ્રકાશકુમાર મોદી દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત 2 લાખ 49 હજાર 550 ની કિંમતનો 434 કિલોગ્રામ લુઝ ઘીનો જથ્થો જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગે ઘીના સેમ્પલ લઈને ગુણવત્તા ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

