Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : 987 liters of suspected ghee seized in Disa

VIDEO: ડીસામાં 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના ડીસામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે તપાસ દરમિયાન કુલ 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ડીસા GIDCની શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ પાસેથી 600 લીટર ‘હેલ્થ પ્રિમિયમ પ્યોર ઘી’ અને બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ પાસેથી 387 લીટર ‘શ્રેષ્ઠ પ્યોર કાઉ ઘી’ જપ્ત કરાયું છે. બંને જથ્થાની કુલ કિંમત રૂ.6.12 લાખથી વધુ છે. તંત્રએ ઘીના બે નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે. મહત્વનું છે કે હાલ ઘી ભેળસેળયુક્ત હોવાનું સાબિત થયું નથી. લેબ રિપોર્ટ આવ્યા બાદ જ ગુણવત્તા અંગે સ્પષ્ટતા થશે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News