VIDEO: મોડાસામાં UGVCLની ટીમે અચાનક વીજ પુરવઠો બંધ કરતા ગ્રામજનોમાં ભારે રોષ, ટોળાએ કર્મચારીઓને ઘેરી લેતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
સોર્સ : VIDEO: મોડાસામાં UGVCLની ટીમે અચાનક વીજ પુરવઠો બંધ કરતા ગ્રામજનોમાં ભારે રોષ, ટોળાએ કર્મચારીઓને ઘેરી લેતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
અરવલ્લીના મોડાસા તાલુકાના શીણાવાડ રામપુર ગામે UGVCLની ટીમ ત્રાટકતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વીજ કંપનીની ટીમે અચાનક આખા ગામનો વીજ પુરવઠો બંધ કરી દેતા રોષે ભરાયેલા ગ્રામજનોના મોટા ટોળાએ કર્મચારીઓને ઘેરી લીધા હતા. ગામની દૂધ મંડળીના BMC સેન્ટરમાં રાખેલો આશરે ૬ હજાર લીટર દૂધનો જથ્થો લાઈટ ગુલ થવાને કારણે બગડી જવાની ભીતિ સર્જાતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. આ મામલે ગામમાં ભારે તંગદિલી સર્જાતા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

