VIDEO: અરવલ્લી / મોડાસાના જીવનપુર નજીક ખાનગી કંપનીમાં ફાયરિંગની ઘટના, જુઓ CCTV
સોર્સ : gstv
અરવલ્લી જિલ્લાના મોડાસામાં જીવનપુર નજીક એક ખાનગી કંપનીમાં ફાયરિંગની ચોંકાવનારી ઘટના બની છે, જેમાં આરોપી દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ રહેવારે કંપનીના એન્જિનિયરને તમે કેમ મારી ઈજ્જત કરતા નથી તેમ કહી પોતાની ખાનગી રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે અરવલ્લી SOG પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે આરોપી પાસેથી રિવોલ્વર અને ૩૭ જીવતા કારતૂસ કબજે કર્યા છે. હાલ આ મામલે ટીંટોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

