VIDEO: અરવલ્લી જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
સોર્સ : gstv
અરવલ્લી જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભિલોડા અને તેની આસપાસના વિસ્તારોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભિલોડા શહેર સહિત ભવનાથ, લીલછા, ખલવાડ અને મઉ ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.આ અચાનક આવેલા વરસાદને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખેતરોમાં તૈયાર થયેલા મકાઈ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. .

