Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Congress requests the District Collector and Police Chief to conduct the elections in a transparent manner

VIDEO: Aravalli / 'ભાજપ ચૂંટણીમાં ધાક-ધમકી આપી રહી છે', કોંગ્રેસે જિલ્લા કલેકટર અને પોલીસવડાને ચૂંટણી પારદર્શક રીતે યોજવાની કરી રજૂઆત

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે અરવલ્લી જિલ્લામાં રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સત્તાધારી પક્ષ ભાજપ પર કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા અને લોભ-લાલચ આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું છે.

App Store

કોંગ્રેસનો આરોપ છે કે, સત્તાધારી પક્ષ દ્વારા ચૂંટણી જીતવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના મજબૂત ઉમેદવારોને ફોર્મ ખેંચી લેવા માટે અથવા પક્ષ પલટો કરવા માટે ધાક-ધમકીઓ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, ઉમેદવારોને વિવિધ લોભ-લાલચ આપીને લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું કોંગ્રેસે આવેદનમાં જણાવ્યું છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને આગેવાનોએ રજૂઆત કરી છે કે, ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે જોવાની જવાબદારી વહીવટી તંત્રની છે.