Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : VIDEO: Social media harassment in Meghraj! Complaint filed 3 months ago against man who threatened to make woman's photos viral

VIDEO: મેઘરજમાં સોશિયલ મીડિયા હેરસમેન્ટ! મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર સામે 3 મહિને નોંધાઈ ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને માનસિક રીતે હેરાન કરી બ્લેકમેઇલ કરવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિતા દ્વારા સતત કરવામાં આવેલી રજૂઆતો અને કાનૂની લડત બાદ આખરે ત્રણ મહિનાના લાંબા સમય પછી મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મેઘરજ પંથકની એક મહિલાને છેલ્લા કેટલાક સમયથી એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી અવારનવાર મેસેજ આવતા હતા. આરોપીએ શરૂઆતમાં મહિલા સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ મહિલાએ તેને ઠુકરાવી દેતા આરોપીએ વિકૃત માનસિકતા દર્શાવી હતી. આરોપીએ મહિલાનો ફોટો પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં મૂકી દીધો હતો અને તેને વાયરલ કરવાની તેમજ મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

માનવ અધિકાર આયોગનો હસ્તક્ષેપ
આ ઘટનામાં પીડિતાએ શરૂઆતમાં પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર ફરિયાદ નોંધવામાં આવી ન હતી. હિંમત હાર્યા વગર પીડિતાએ ન્યાય મેળવવા માટે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં અરજી કરી હતી. આયોગમાં કરવામાં આવેલી પીટિશનના ત્રણ મહિના બાદ અને આયોગના નિર્દેશો બાદ મેઘરજ પોલીસે હરકતમાં આવીને વિધિવત ફરિયાદ દાખલ કરી છે.

રાજસ્થાનના યુવક પર શંકા
પ્રાથમિક તપાસમાં આ ગુનાહિત કૃત્યમાં રાજસ્થાનના એક યુવકની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આરોપીએ ટેકનિકલ માધ્યમોનો ઉપયોગ કરીને મહિલાને માનસિક ત્રાસ આપ્યો હતો. હાલ મેઘરજ પોલીસે સાયબર સેલની મદદથી આરોપીનું લોકેશન મેળવવા અને તેની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.