VIDEO: અરવલ્લીમાં 'ચૂંટણી જંગ' માટે તંત્ર સજ્જ; શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ અને વહીવટી તંત્ર ખડેપગે
સોર્સ : GSTV
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા પંચાયતની 30 અને 8 તાલુકા પંચાયતની 140 બેઠકો માટે મતદાન યોજાશે. આ ઉપરાંત મોડાસા અને બાયડ નગરપાલિકાની 42 બેઠકો માટે પણ ચૂંટણીનો જંગ જામશે. જિલ્લામાં કુલ 1071 મતદાન મથકો પર 3118 ઈવીએમ ફાળવવામાં આવ્યા છે. અંદાજે સાડા સાત લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શાંતિપૂર્ણ મતદાન માટે 6124 પોલિંગ સ્ટાફ અને 1560 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

