VIDEO: બાયડ ભાજપ યુવા મોરચાના પ્રમુખને હોદ્દા પરથી દૂર કરાયા, ઊર્જા ભરતી કૌભાંડમાં સંડોવણી સામે આવતા પક્ષે લીધા પગલાં
સોર્સ : GSTV
અરવલ્લીમાં બાયડ શહેર ભાજપના યુવા મોરચાના નવ નિયુક્ત આકાશ પટેલને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. ઊર્જા ભરતી કૌભાંડમાં આકાશ પટેલનું નામ આરોપી તરીકે સામે આવતાં વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા. વિવાદ વધુ વકરતાં અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખે આકાશ પટેલને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે અને ત્યારબાદ બાયડ શહેર યુવા મોરચાના નવા પ્રમુખ તરીકે માનવ ઘનશ્યામ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

