VIDEO: અરવલ્લી જિલ્લાના શામળાજી, માલપુર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું
સોર્સ : gstv
અરવલ્લીના શામળાજી અને માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. શામળાજીના સુનોખ અને વશેરા કંપા તેમજ માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં ધીમી ધારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસવાથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને નાગરિકોએ અસહ્ય ઉકળાટમાંથી રાહત અનુભવી છે....હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસતા સુકાવા આવેલા ખેતીપાકોને નવું જીવનદાન મળ્યું છે. મગફળી, મકાઈ, પપૈયા અને સોયાબીન જેવા મહત્વના પાકો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે, જેને કારણે ધરતીપુત્રો અને ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે.

