VIDEO: અરવલ્લી: આડાસંબંધની શંકાએ યુવકનું અપહરણ, ૪ ઝબ્બે
સોર્સ : gstv
અરવલ્લીના મેઘરજના રામગઢી ગામે આડાસંબંધની આશંકાએ એક યુવકનું ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ યુવકને ઝાડ સાથે દોરડા વડે બાંધી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મેઘરજ પોલીસ મથકે ૪ શખ્સો સામે ગુનો નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.

