VIDEO/ ગુજરાત ATSએ ઝડપેલા AQISના 4માંથી એક આતંકી મોડાસાનો, ‘ગઝવા એ હિંદ’ના નામે પ્રવૃત્તિ કરતા હતા
Arvalli News: ગઈકાલે ગુજરાત ATS ટીમ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 આતંકીઓની ધરપકડ કરી હતી જેમાં એક અરવલ્લી જિલ્લાના મોડાસાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં મોડાસાના ખાટકીવાડામાં આતંકીનું મકાન છે. સૈફુલ્લા કુરેશી નામના આતંકીએ સોશિયલ મીડિયામાં દેશ વિરોધી એક્ટિવિટી કરી હોવાનું સામે આવ્યું છે. કુરેશી અલકાયદા મોડયુલમાં જોડાયેલો હતો.
શું છે સમગ્ર મામલો?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ(AQIS)ના વીડિયોનો પ્રચાર પ્રસાર કરવામાં સક્રિયપણે જોડાયેલ છે. તેઓ અલ કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ(AQIS)ની પ્રવૃત્તિઓને ‘ગઝવા એ હિંદ’ના નામે આગળ ધપાવવા ધાર્મિક હિંસા માટે ઉશ્કેરવાની પ્રવૃત્તિમાં કાર્યરત હતા.
સમગ્ર મામલે ATS દ્વારા ફરદીન શેખ, મોહમ્મદ ફૈક, ઝીશાન અલી તથા સેફુલ્લા કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. ATS ની અલગ અલગ ટીમો દ્વારા ચારેય ઈસમોની દિલ્હી, નોઈડા, મોડાસા અને અમદાવાદમાંથી અટકાયત કરી વધુ તપાસ અર્થે એટીએસ કચેરી લાવવામાં આવ્યા છે.

