Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : One candidate, two mandates! Both Congress and AAP gave mandate to the same candidate

VIDEO: Aravalli / ઉમેદવાર એક પણ મેન્ડેટ બે! કોંગ્રેસ અને AAP બંનેએ એક જ ઉમેદવારને આપ્યું મેન્ડેટ

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઘણીવાર ટિકિટ માટે ખેંચતાણ જોવા મળતી હોય છે, પરંતુ અરવલ્લીના ધનસુરામાં કંઈક અલગ જ જોવા મળ્યું છે. અહીં ધનસુરા તાલુકા પંચાયતની રમોસ બેઠક પર બે વિરોધી પક્ષોએ એક જ વ્યક્તિને પોતાના ઉમેદવાર જાહેર કરી મેન્ડેટ આપી દેતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

App Store

રમોસ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છતા ભીખુસિંહ અર્જુનસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષે પોતાનું મેન્ડેટ આપ્યું હતું. નવાઈની વાત એ છે કે, આમ આદમી પાર્ટી (AAP) એ પણ આ જ બેઠક પરથી આ જ ઉમેદવાર એટલે કે ભીખુસિંહને પોતાનું સત્તાવાર મેન્ડેટ સોંપ્યું છે. ઉમેદવારે પણ આશ્ચર્યજનક રીતે બંને પક્ષો વતી ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. એક જ ઉમેદવારને બે અલગ-અલગ પક્ષો ટિકિટ કેવી રીતે આપી શકે, તે હવે મોટો સવાલ બની રહ્યો છે.