Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : No facilities, no vote'; Residents boycott elections, entry of leaders banned

VIDEO: Aravalli / 'સુવિધા નહીં તો વોટ નહીં'; રહીશોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર, નેતાઓના પ્રવેશ પર પણ લગાવ્યો પ્રતિબંધ

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે શહેરની 'પાવન સિટી' સોસાયટીના રહીશોએ તંત્ર અને રાજકીય નેતાઓ સામે મોરચો માંડ્યો છે.  પાયાની સુવિધાઓથી વંચિત રહીશોએ આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

App Store

પાવન સિટી સોસાયટીના રહીશોએ એકઠા થઈને સોસાયટીના મુખ્ય ગેટ પર ચૂંટણી બહિષ્કારના મોટા બેનરો લગાવી દીધા છે. આટલું જ નહીં, રહીશોમાં નેતાઓ પ્રત્યે એટલો રોષ છે કે તેમણે સોસાયટીમાં કોઈપણ પક્ષના નેતા કે કાર્યકરના પ્રવેશ પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. મોડાસામાં પાવન સિટી દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે અન્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે મધ્યસ્થી કરીને રહીશોને મનાવવામાં સફળ થાય છે કે કેમ.