Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Meghraja's stormy batting in Aravalli, universal rain with five inches in Dhansura!

VIDEO: અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ધનસુરામાં પોણા પાંચ ઈંચ સાથે સાર્વત્રિક વરસાદ!

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 

App Store

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે સૌથી વધુ ધનસુરામાં ૪.૮૮ ઈંચ જ્યારે સાઠંબા તાલુકામાં ૩.૯૩ ઈંચ વરસાદ વરસી ગયો છે. આ મુશળધાર વરસાદના પરિણામે મોડાસા અને વાણિયાદ પંથકમાંથી પસાર થતી માઝુમ નદીમાં નવા નીરનું વિપુલ પ્રમાણમાં આગમન થયું છે. નદીમાં નવા પાણીની આવક થતાં સ્થાનિક જળાશયોની સપાટીમાં વધારો થયો છે અને પંથકમાં જળસંકટ હળવું થયું છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી સમગ્ર વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News