Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Humanity died in Aravalli, illegal electricity took the victim of the elderly, the body was hidden in the field to hide the evidence!

VIDEO: અરવલ્લીમાં માનવતા મરી પરવારી, ગેરકાયદેસર વીજ કરંટે લીધો વૃદ્ધાનો ભોગ, પુરાવા છુપાવવા લાશને ખેતરમાં સંતાડી!

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામેથી એક કાળજું કંપાવનારી અને માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં ખેતરની ફરતે ગેરકાયદેસર રીતે ગોઠવેલો વીજ કરંટ એક વૃદ્ધા માટે જીવલેણ સાબિત થયો છે. પોતાના બકરા ચરાવવા નીકળેલા ૬૨ વર્ષીય વૃદ્ધા અજાણતા જ આ વીજ કરંટવાળા લોખંડના તારના સંપર્કમાં આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ખેડૂતે ખેતરની આસપાસ ગેરકાયદેસર રીતે હાઈવોલ્ટેજ વીજ પ્રવાહ છોડ્યો હોવાનો સ્થાનિકો દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, અકસ્માત બાદ પાપ છુપાવવાના ઈરાદે મૃતદેહને ઢસડીને ખેતરના પાકની વચ્ચે સંતાડી દઈ પુરાવા નાશ કરવાનો પણ ખેડૂત પર સળગતો આક્ષેપ થયો છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ મેઘરજ પોલીસે ત્વરિત એક્શન લઈને ગુનાહિત બેદરકારી અને પુરાવા છુપાવવા બદલ આરોપી ખેડૂત સામે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ તેજ કરી છે.

App Store