Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Forest department and Jivadaya Foundation successfully rescue leopard trapped in fencing in Malpur Panthak of Aravalli

VIDEO: અરવલ્લીના માલપુર પંથકમાં ફેન્સિંગ વાડમાં ફસાયેલા દીપડાનું વન વિભાગ અને જીવદયા ફાઉન્ડેશન દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાલમબાપુના પહાડિયા ગામે જંગલમાં કરેલ ફેન્સિંગ તારની વાડમાં એક દીપડો ફસાઈ ગયો હતો. જેની જાણ ગ્રામજનોએ તુરંત જ વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાન્કિવલાઇઝર ડાર્ટ ગન દ્વારા દવા આપીને દીપડાને બેભાન કર્યો હતો. ત્યારબાદ વન વિભાગ અને જીવદયા ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે દીપડાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સ્થળ પર જ ડોક્ટરને બોલાવી દીપડાની આરોગ્ય તપાસ કરાવવામાં આવતા તે સંપૂર્ણપણે ઇજા વગરનો અને સુરક્ષિત જણાઈ આવ્યો હતો. વન વિભાગ દ્વારા આ દીપડાને વધુ સુરક્ષિત સ્થળે ખસેડવાની ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

App Store