Aravalli: યાત્રાધામ શામળાજીમાં ફાગોત્સવનો પ્રારંભ; હવે હોળી સુધી ભગવાન શામળિયા ધારણ કરશે સફેદ વસ્ત્રો
સોર્સ : GSTV
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના દરબારમાં આજથી હોળાષ્ટકની શરૂઆત સાથે જ ભવ્ય ફાગોત્સવનો પ્રારંભ થયો છે. હોળી સુધી ચાલનારા આ મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મંદિર પરિસર ભક્તિમય રંગોથી તરબતર થયું છે.
હોળાષ્ટકના પ્રથમ દિવસે ભગવાન શામળિયાને વિશેષ ‘ફાગવો’ ધરાવવામાં આવ્યો હતો. જેમાં પરંપરાગત રીતે ધાણી, ચણા, ખજૂર અને સૂકા મેવાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો.
ફાગોત્સવની વિશેષ પરંપરા મુજબ ફાગણ સુદ પાંચમથી લઈને હોળી સુધી ભગવાન શામળિયાને દરરોજ સફેદ વસ્ત્રો પરિધાન કરાવવામાં આવશે. તેમજ આઠમથી હોળી સુધી શણગાર આરતી પહેલા ભગવાનને કેસુડો અને અબીલ ગુલાલ છાંટવામાં આવે છે. ફાગોત્સવમાં ભગવાન શામળિયાના દર્શનનું અનેરું મહત્વ રહેલું છે.

