Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Aravalli news: Two youths grazing cattle in Megharaj were electrocuted

Aravalli news: મેઘરજમાં પશુ ચરાવનાર બે યુવાનોને લાગ્યો કરંટ, એકનું ઘટનાસ્થળ પર જ મોત

Timeછેલ્લું અપડેટ : 03 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Aravalli news:  મેઘરજમાં પશુ ચરાવનાર બે યુવાનોને લાગ્યો કરંટ, એકનું ઘટનાસ્થળ પર જ મોત
સોર્સ : GSTV

ગુજરાતના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં  અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બેડઝ ગામની સીમમાં પશુઓ માટે પાલો પાડવા ગયેલા બે વ્યક્તિઓને હાઈટેન્શન વીજ લાઈનનો કરંટ લાગતા ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ગરીબ પરિવારના આશાસ્પદ પુત્રનું અકાળે મોત નીપજતા પંથકમાં શોક છવાયો હતો. 

App Store

પશુ ચરાવતી વખતે વીજ તારને સ્પર્શતા બે ઈજાગ્રસ્ત

પશુ  વખતે વીજ તારને સ્પર્શી જતાં ઉંમરભાઈ મીર નામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.  જ્યારે અન્ય એક વ્યક્તિ ઇબ્રાહિમ બાબુ મીર ગંભીર રીતે દાઝી જતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.તો બીજી તરફ સરકાર દ્વારા મૃતક અને ભોગ બનનાર પરિવાર માટે આર્થિક સહાય જાહેર કરવામાં આવે તેવી પરિજનોની માંગ કરવામાં આવી છે.