Ahmedabad news: દંપતિના વીજ કરંટથી મોત મામલે પાંચ શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સોર્સ : GSTV
અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી નજીક ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાને કારણે દંપતિનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં નારોલ પોલીસે જવાબદાર 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.
પોલીસની આરોપીને ઝડપી પાડવા તજવીજ
શહેરના નારોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા બાદ તેમાં ખાબકેલા દંપતીને અચાનક વીજ કરંટ લાગતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જે બાદ ભારે વિરોધ થયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઇ AMC કમિશ્નરે સમગ્ર મામલાની તપાસ માટે એક તપાસ કમિટીની રચના કરી છે, જો કે નારોલ પોલીસે પણ આ મામલે 5 આરોપીઓ સામે બેદરકારી બદલની ફરિયાદ નોંધી છે. બે ખાનગી કોન્ટ્રાક્ટર , AMC ના 2 સુપરવાઈઝર , AMC ના એક ટેક્નિશિયન સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

