VIDEO: અરવલ્લી: જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી
સોર્સ : gstv
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરી સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવતાં જ્ઞાનેશ કુમારના તુરંત રાજીનામાની માંગ કરી છે. આ સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જ્યાં સુધી તેમની આ માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી સમગ્ર જિલ્લામાં આંદોલન યથાવત રાખવામાં આવશે.

