VIDEO: અરવલ્લી: યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય રોશની અને લેસર લાઈટિંગ કરાયું
સોર્સ : gstv
અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનો અદભુત માહોલ જોવા મળ્યો છે. પર્વ નિમિત્તે મંદિરના શિખર અને ઉમ્મજ પર આકર્ષક રોશની કરવામાં આવી છે, જેનાથી સમગ્ર મંદિર સંકુલ અવનવી રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું છે. ભક્તોએ ભારે શ્રદ્ધા સાથે શામળિયાજીના દર્શનનો લાભ લીધો... સમગ્ર મંદિર પરિસરમાં કરવામાં આવેલી ભવ્ય લેસર લાઈટિંગની સજાવટને કારણે સમગ્ર વાતાવરણ દિવ્ય અને ઉત્સવમય બની ગયું છે, જે દર્શનાર્થીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

