VIDEO: અરવલ્લી: માલપુર ફોરેસ્ટ કચેરીમાં મારપીટના ગંભીર આક્ષેપોથી ચકચાર, ધારાસભ્યે કરી નિષ્પક્ષ તપાસની માંગ
સોર્સ : gstv
અરવલ્લી જિલ્લાના માલપુર નોર્મલ રેન્જ ફોરેસ્ટ કચેરીમાં સુરજપુર અને સવાપુરના બે પુરુષ તથા એક મહિલા સાથે મારપીટ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કચેરીના RFO પંડ્યા અને ફોરેસ્ટ સ્ટાફ દ્વારા RFOની ઓફિસનો રૂમ બંધ કરીને ત્રણેય વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પીડિતોના જણાવ્યા મુજબ, સમાધાન બાદ બાઇક લઈ જવા માટે તેમને કચેરીએ બોલાવવામાં આવ્યા હતા, જ્યાં આ ઘટના બની હતી. આ માને સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરીને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ઉગ્ર માંગ કરી છે.

