Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : 6 people of the gang who sold rented tractors at cheap prices in Aravalli arrested!

VIDEO: અરવલ્લીમાં ભાડે લીધેલાં ટ્રેક્ટરો સસ્તા ભાવે વેચતી ગેંગના ૬ શખ્સો ગિરફ્તમાં!

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પાસેથી ભાડા કરાર કરીને ટ્રેક્ટરો મેળવી છેતરપિંડી આચરનાર આંતરજિલ્લા ગિરોહના ૬ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. એલસીબી, માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ ભાડે લીધેલા ટ્રેક્ટરો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સસ્તા ભાવે વેચી દેતા હતા. માલપુર અને મેઘરજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદોના આધારે કાર્યવાહી કરીને પોલીસે ૨૦ ટ્રેક્ટર, ૧ જેસીબી અને ૧૦ ટ્રોલી સહિત કુલ ૪ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોર્ટ દ્વારા તમામ ૬ આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ કરી છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News