VIDEO: Aravalliમાં ટ્રાફિક વિભાગ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ; હેલ્મેટ વગરના 120 વાહન ચાલકો દંડાયા, 4 વાહનો ડિટેઈન
સોર્સ : GSTV
અરવલ્લી જિલ્લામાં રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ ટ્રાફિક વિભાગ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે મોડાસા શહેરમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. 1લી મે થી 31 મે સુધી ચાલનારી આ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ખાસ કરીને હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અભિયાનના પ્રારંભે જ હેલ્મેટ વિનાના 120 વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને 4 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા વાહન ચાલકોને પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે, તેમજ આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે તેવા સંકેત આપ્યા છે.

