મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: 80 લાખનું એનિમલ બર્નર બંધ, કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ

અંકલેશ્વર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ નજીક 80 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું એનિમલ બર્નર મશીન છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હોવાનો મામલો સામે આવ્યો છે. મૃત ગાય સહિત અન્ય પશુઓના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો, પરંતુ કામગીરી શરૂ ન થતાં પશુઓના મૃતદેહ ડમ્પિંગ સાઇટમાં નાખવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે. વિપક્ષના સભ્ય જહાંગીર ખાન પઠાણે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો કર્યા છે. જ્યારે નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયાના જણાવ્યા મુજબ, ગુજરાત ગેસની લાઇન ઉપલબ્ધ ન હોવાથી પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો નથી. હવે તંત્ર આ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરશે તેવો સવાલ ઊઠ્યો છે.

આ સમાચાર શેર કરો