Video: વાસણા ગામની યુવતીના પ્રેમલગ્ન મામલે પોલીસની કથિત નિષ્ક્રિયતા સામે કડવા પાટીદાર સમાજમાં રોષ

સાબરકાંઠાના વડાલી તાલુકાના વાસણા (અસાઈ) ગામની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ ૨૯ સપ્ટેમ્બરથી ગુમ થતા સમગ્ર મામલો ગરમાયો છે. આ ઘટનાના આઘાતમાં યુવતીની માતાએ ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પીડિત પરિવારનો આક્ષેપ છે કે સામે પક્ષની અરજી પર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, પરંતુ તેમની ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો છે. વડાલી પોલીસની કામગીરી સામે કડવા પાટીદાર સમાજ, ગ્રામજનો અને કિસાન સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે ગ્રામજનો અને સમાજના આગેવાનો રેલી સ્વરૂપે વડાલી પોલીસ મથકે પહોંચી નિષ્પક્ષ તપાસ અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.




