Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : VIDEO: Voting for the by-election for Anand's Umreth assembly seat today, 2.45 lakh voters will cast their votes

VIDEO: આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આજે પેટાચૂંટણીનું મતદાન, 2.45 લાખ મતદારો કરશે મતદાન

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આજે પેટાચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે પોતાના વતન ચીખોદરા ગામે પિતા સ્વ. ગોવિંદભાઈ પરમારને પુષ્પાંજલિ અર્પી જલારામ પ્રાથમિક શાળા ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉમરેઠ શહેર અને 46 ગામોમાં પથરાયેલા કુલ 306 મતદાન મથકો પર વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન શરૂ થયું છે.કુલ 2.45 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે, જેમાં શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. વહીવટી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે ઠંડા પાણી, ઓ.આર.એસ. કીટ અને દિવ્યાંગો માટે 218 વ્હીલ ચેર જેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

App Store

2.45 લાખથી વધુ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભવિષ્ય

આ પેટા ચૂંટણીમાં કુલ 2,45,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં 4,174 યુવાઓ પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા છે. આ ઉપરાંત 1,644 જેટલા વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવા પહોંચ્યા છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા

ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા 306 પોલિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ 2 DYSP, 4 PI અને આશરે 500 પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે CRPFની 3 કંપનીઓ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે.