VIDEO: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 28 દિવસથી લટકતા ટેન્કરને આખરે બહાર કઢાયું, ટેન્કર માલિકને સોંપાશે
VIDEO: આખરે 28 દિવસથી મહીસાગરના ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને મરિન્સ ઈમરજન્સી રિસપોન્સ સેન્ટર અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક ટેન્કરને બલૂનમાં હવા ભરીને એકબાજું ખેંચીને ટેન્કરને ઉતારી લેવામાં આવ્યું છે. ટેન્કરને રિપેરિંગ કરી ગુરુવાર સુધી ટેન્કરના માલિકને સોંપવામાં આવશે. ટેન્કરનો રોડ ટ્રાયલ લઈ માલિકને સોંપવામાં આવશે. છેલ્લા કેટલાય દિવસથી ગંભીરા બ્રિજ પર લટકેલી ટેન્કર એર બલૂન ટેકનોલૉજીથી લટકતી ટેન્કરને બ્રિજ ઉપર ગોઠવવામાં આવી હતી, પ્રથમ વખત આ રીતે ટેન્કર બહાર કાઢવામાં આવી હોવાનો ટેન્કર માલિકનો દાવો છે.
ઓપરેશનની તમામ માહિતી ઓપરેશન હેડ કેતન ગજ્જરે અને આણંદ જિલ્લા કલેકટર પ્રવીણકુમાર ચૌધરીએ મીડિયાને આપી હતી. કંપનીએ પ્રથમ વખત આ રીતે કામગીરી પાર પાડી છે, ટેન્કર રૅસ્ક્યૂની જવાબદારી પોરબંદર ની મરિન ઈમરજન્સી રૅસ્ક્યૂ ટીમને સોંપવામાં આવી હતી. પોરબંદરની વિશ્વકર્મા એજન્સી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. સમગ્ર ઓપરેશન 900 મીટર દૂર બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ મરિન ઈમરજન્સી સિક્યુરિટી ટીમના જાંબાજ કર્મચારીઓએ મહીસાગર માતાના મંદિરે મસ્તક નમાવ્યું હતું. ઓપરેશન શરૂ કરતાં પહેલાં આ ટીમના કર્મચારીઓ દ્વારા બ્રિજ નજીક જ આવેલા મહીસાગર માતાના મંદિરે આશીર્વાદ પણ મેળવ્યા હતા. ઓપરેશન પૂરું થયા બાદ ઓપરેશન હેડ સહિત તમામ કર્મચારીઓ પહોંચ્યા બ્રિજ નજીક આવેલા મહીસાગર માતાના મંદિરે દર્શન કર્યા હતા.

