Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : VIDEO: Municipal team seals Moka Restaurant in Vidyanagar, Anand due to lack of cleanliness

VIDEO: આણંદના વિદ્યાનગરની મોકા રૅસ્ટોરન્ટમાં સ્વચ્છતાના અભાવે મનપાની ટીમે સીલ માર્યું

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: જો તમે બહાર ખાવાના શોખીન હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે, તમને જો પિરસવામાં આવેલો ખોરાક છે બિનઆરોગ્યપ્રદ હોઈ શકે છે. જેથી તમારા સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ શકે છે. આણંદના વિદ્યાનગરની વધુ એક રૅસ્ટોરન્ટને કરમસદ આણંદ મનપાની ટીમે સીલ માર્યું છે. 

App Store

વિદ્યાનગરમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરતા મોકા રૅસ્ટોરન્ટમાં એક્સપાયરી ડેટવાળો સામાન મળી આવ્યો હતો. આ ઉપરાંત રસોડામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. શાકભાજી સડેલી અને લોટમાં જીવાત મળી હતી. બટાકા પણ સડેલા હોવાનું સામે આવ્યું હતું. વળી બેકરી ઉત્પાદનોનો મોટો જથ્થો અખાદ્ય હોવાનું ખુલ્યું હતું. જેથી મનપાની ટીમે રૅસ્ટોરન્ટને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી.