VIDEO: બોરસદ APMC ચેરમેન પર હુમલો કરનાર ત્રણની ધરપકડ, પોલીસ આરોપીઓ સાથે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
સોર્સ : gstv
આણંદના ઉમેટા ચોકડી પાસે બોરસદ એપીએમસી ચેરમેન અશોક માહિડા પર થયેલા હુમલાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. બે દિવસ અગાઉ સાત અજાણ્યા શખ્સોએ હુમલો કરી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી, જે અંગે આંકલાવ પોલીસમાં ગુનો નોંધાયો હતો.
આણંદ LCBએ સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ તેજ કરી ફેજલ વ્હોરા, આમિર વ્હોરા અને ફૈજ વ્હોરા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ આ કેસમાં અન્ય ચાર આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

