Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Borsad APMC chairman attacked and robbed of mobile phone

VIDEO: બોરસદ APMCના ચેરમેન પર હુમલો કરી મોબાઈલની ચલાવાઈ લૂંટ, પોલીસ દોડતી થઈ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદ જિલ્લાના આંકલાવ ખાતે ઉમેટા ચોકડી ઉપર મોડી રાત્રે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોરસદ APMCના ચેરમેન અને જિલ્લા પંચાયત બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર અશોક મહિડા પર કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મોબાઇલ લૂંટી ફરાર થઈ ગયા હતા.

App Store

ઘટનાને પગલે વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આંકલાવ પોલીસે કારના નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ હુમલો રાજકીય છે કે લૂંટના ઈરાદે થયો છે તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.