VIDEO: સસ્પેન્ડેડ ચેરમેનની તલવાર સાથે એન્ટ્રી, કર્મચારીઓને ધમકીનો આક્ષેપ
સોર્સ : gstv
આણંદના પેટલાદની સિંહોલ દૂધ મંડળીમાં પૂર્વ સસ્પેન્ડેડ ચેરમેન દિલીપ જાદવની તલવાર સાથેની એન્ટ્રીથી ચકચાર મચી છે. ફરિયાદ મુજબ દિલીપ જાદવ ખુલ્લી તલવાર અને ઝેરી દવાની બોટલ લઈને મંડળીમાં ઘૂસ્યા હતા અને તોડફોડ કરી હતી. કર્મચારીઓને ધમકી આપી ઝેરી દવા છાંટ્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સસ્પેન્શનની રિસ કારણભૂત હોવાનો દાવો કરાયો છે. 2025માં દૂધમાં મિલાવટ અને બનાવટી દૂધના આરોપસર દિલીપ જાદવ સહિત 13 સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. હાલ મંડળીનું સંચાલન વહીવટદાર દ્વારા થઈ રહ્યું છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે અને મહેળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

