VIDEO : પંજાબના સસ્પેન્ડેડ DIG ભુલ્લરને ત્યાં વહેલી સવારથી ED ત્રાટકી, રાજકીય વર્તુળોમાં ફફડાટ
સોર્સ : gstv
ચંદીગઢમાં ED દ્વારા આજે વહેલી સવારથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંજાબ પોલીસના સસ્પેન્ડેડ DIG હરચરણ સિંહ ભુલ્લરના નિવાસસ્થાને ED ની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મની લોન્ડરિંગ અને અપ્રમાણસર મિલકતના કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. DIG ના નિવાસસ્થાનની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અધિકારીઓ મહત્વના દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે. આ સર્ચ ઓપરેશનને પગલે પંજાબ પોલીસ અને રાજકીય વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વધુ તપાસ હાલ ચાલુ છે.

