VIDEO: કરમસદમાં 11 કરોડના વિકાસકામોમાં ગેરરીતિના આક્ષેપ સાથે કમિશનરને આવેદનપત્ર પાઠવાયું
સોર્સ : gstv
આણંદના કરમસદમાં અંદાજે 11 કરોડ રૂપિયાના વિકાસકામો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રિનોવેશન, 15 લાખના કૃત્રિમ તળાવ, સ્ટ્રીટ લાઇટની ખરીદી, વ્હાઇટ ટોપિંગ રોડ અને સેવાજ્યોતિ સર્કલની કામગીરીમાં ગેરરીતિ અને નબળી ગુણવત્તાના આક્ષેપો સાથે સ્થાનિક અગ્રણી હર્ષિલ દવે મહપાલિકા કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. વિરોધ દર્શાવવા તેઓ અનોખી રીતે 'ભ્રષ્ટાચારનો ઘડો' લઈને આવ્યા હતા, જેને પોલીસે જપ્ત કર્યો હતો. અરજદારે ટેન્ડર પ્રક્રિયાથી લઈને બિલ ચૂકવણી, મેઝરમેન્ટ બુક અને વર્કઓર્ડર સહિતની સમગ્ર બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવી છે. હવે તંત્ર આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરશે કે નહીં તે મોટો સવાલ બની રહ્યો છે.

