VIDEO: અમદાવાદમાં રૂ. ૧૬૦ કરોડના ખર્ચે ભાટ સર્કલ પાસે ૧૧ માળનું ઔડા ભવન બનશે
સોર્સ : gstv
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા હયાત ઔડા ભવનમાં ટ્રાફિક અને જગ્યાની સમસ્યાને દૂર કરવા મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે ઔડા ભવન ભાટ સર્કલ ખાતે ૧૬૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ૧૧ માળની નવી બિલ્ડિંગમાં શિફ્ટ થશે. આગામી ૨૪ મહિના એટલે કે ૨ વર્ષમાં તૈયાર થનારા આ ભવનને 'નેટ ઝીરો' કોન્સેપ્ટ આધારે બનાવવામાં આવશે. આ અદ્યતન બિલ્ડિંગમાં અલગ-અલગ વિભાગો, આધુનિક ટેકનોલોજી, સર્વર રૂમ અને આશરે ૩૫૦ વાહનો માટે વિશાળ પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

