VIDEO: અમદાવાદમાં ઉત્તરાખંડ સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ
સોર્સ : gstv
અમદાવાદના રામોલ-વસ્ત્રાલ રોડ પર આવેલા ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે ઉત્તરાખંડ સમાજ અને ચારધામ પર્વતીય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રતિભા સન્માન સમારોહ યોજાયો. “મેરા ઉત્તરાખંડ, મેરી પહેચાન”ની ભાવના સાથે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ અને ગાંધીનગરના મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. સમાજના હોદ્દેદારોએ સાંસ્કૃતિક વારસાના જતન અને શૈક્ષણિક પ્રગતિ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

